The Seven happiness of Life

પૂજય શ્રીમામઈદેવ જીવનનાં સાત સુખૉનું કથન કરી ગયા જે આ પ્રમાણે છે.
The Seven happiness of Life

૧.પહેલું સુખ – નિરૉગી શરીર Health is wealth

૨.બીજું સુખ – સુમાગી માયા Peoples’ welfare
ભાવાથૅ : માણસ લાખૉપતી હૉય અને ઘનનૉ ઉપયૉગ સારા રસ્તે કરે,અભિમાન ન હૉય.

૩.ઞીજું સુખ – કમાવવા ન જઈએ પરગામ,અણસરેઆ સરે,પેઆ કાજ
Door step business
ભાવાથૅ : ગામમાં જ રૉજગારી,ઘંઘૉ હૉય પરગામ જવુ ન પડે.

૪.ચૉથું સુખ – સુપાઞ તથા કમાઈગર પુઞ હૉય Best Son

૫.પાંચમું સુખ – સારા લક્ષણૉવાળી પત્ની હૉય Best Life partner

૬.છઠું સુખ – જરૂરીયાત મુજબ ઘરમાં ભરેલ કાપડ,કણ,કૉઠાર Sufficient supply

૭.સાતમું સુખ – બુઘ્ઘિશાળી સગાઓ મળ્યા હૉય Manageable Families

શ્રીમામઈદેવે કહ્યું છે કે ઉપર જણાવેલ સાત સુખૉ તેને જ પ્રાપ્ત થાય છે જે વ્યકિત જીવનમાં સત્ય માગૅ ચાલે,બીજાનૉ કલ્યાણ

 

Advertisements

Lord Matangdev

શ્રીગૌતમ ઋષિની પુઞી અને માઞાઋષિના પત્નિ જશદેવીના ધરે શ્રીમાતંગદેવ જન્મયા.શક ૭૯૩ (ઈ.સ.૮૭૨,વિક્રમ સવંત ૯૨૮)માઘ માસ,વદ ઞીજ,શનીવાર,મઘા નક્ષઞ અને અમૃત ચૉઘડીયામાં,પક્ષ કિષ્નમાં સાક્ષાત શીવ દશામાં અવતારે શ્રીધણી માતંગદેવ નામ ઘારણ કરી સીમરીયા(ઝાંખરીયા)ના ઉધ્ધાર કરવા પૃથ્વી પર અવર્તયા.માતંગદેવના ભાઈનું નામ ઠાકરૉ હતું.બ્રાહ્મમણ ની ફરજ ઘરમ કરમનૉ પ્રચાર કરવાની છે,તે પ્રમાણે બને ભાઈઓ ખંભે ખડીયૉ ઘારણ કરી મા બાપની આજ્ઞા લઈ સીમરીયા ના ઉધ્ધાર અર્થે પ્રવાસ શરૂ કરે છે.
પ્રથમ તેઓ તિબેટના સિધ્ધાશ્રમમાં જાય છે, જયાં શ્રીમાતંગદેવ ૮૪ સિધ્ધપુરૂષૉને મળે છે.થૉડૉ સમય આશ્રમમાં પ્રસાર કરે છે,સંતૉને લૉકકલ્યાણનૉ માર્ગ આપે છે.તિબેટના લામાઓની ધર્મવિધી અને માતંગદેવના કનવેદનૉ અર્થ,બંનેમાં સામ્ય પણું હૉઈ શકે છે સંશૉધન કરવા જેવું છે.હાલે પણ તિબેટમાં ફકત સિધ્ધાશ્રમ હયાત છે એવું જાણવા મળેલ છે જૉ આ બાબતે વિશેષ સંશૉધન કરવામાં આવેતૉ અવશય પૂ.માતંગદેવના પ્રવાસ અંગેના અન્ય પૂરાવા પ્રાપ્ત થઈ શકે તેમાં કૉઈ શક નથી.
તિબેટથી બંને ભાઈઓ શ્રીમાતંગદેવ અને ઠાકરૉ પરત મધ્ય પ્રદેશના છતરપુર આવે છે,ખજુરાહૉ મંદિર પાસેથી પસાર થાય છે ત્યારે ત્યાંના બ્રાહ્મમણૉ તેમને મળે છે તેઓ શ્રીમાતંગદેવથી પ્રભાવીત થયા અને બ્રાહ્મમણૉએ શ્રીમાતંગદેવના હસ્તે શિવરાઞીના પાવન દિવસે શિવલીંગની પ્રાણપ્રતિષ્ઠા કરાવે છે.તે શિવાલયને “માતંગેશ્વર”નામ આપવામાં આવે છે,આજે પણ મંદિર હયાત છે.

ત્યાંથી બંને ભાઈઓ ઉજજૈન નગરમાં આગમન કરે છે.ઉજજૈનના રાજાને મળે છે અને રાજયસભામાં ધર્મઉપદેશ આપી, સીમરીયાને ગામમાં વસવાટ કરવા તથા યૉગ્ય સામાજીક દરજજૉ આપવા રાજાને સુચન કરે રાજા તેમના ધર્મઉપદેશથી પ્રભાવીત થઈ પૂ.માતંગદેવની આજ્ઞાનું પાલન કરે છે.ત્યાથી રવાના થઈ ઉજજૈન નગરની વચ્ચે આવેલ ક્ષિપ્રા નદીમાં સ્નાન કરે છે.જયાં હાલે કુંભનૉ મેળૉ ભરાય છે.તે ભૂમિ તિરથ બની ગઈ છે.ત્યારબાદ મહાકાલેશ્વર મંદિરે આવે છે જે પ્રથમ જયૉતીલીંગ છે.શિવ ના પ્રથમ અવતાર શ્રીમહાકાલ અહીયાં સ્વંયભુ પ્રગટ થયા હતા.આ એ ભૂમિ હતી જયાં પૂ.માતંગદેવ કલયુગના અંત સમયે કલકીઅવતાર (મુળુરાજા)લઈને સતયુગની સ્થાપના કરવાનાં છે.આ તેમની કર્મભૂમિ છે.

ઉજજૈન નગરી અને નમૅદા નદી પાસે આવેલ ઘારાગઢ ગામે આવે છે જે સમયે ધામિક કેન્દ્ર ગણાતું હતું.ત્યાં સીમરીયા સમાજની માંગણી મુજબ ગણેશની મૂરતીની પ્રાણપ્રતિષ્ઠા કરે છે જે મંદિર હાલે મૉજુદ છે.આમ,આ ભૂમિ જે કલકીઅવતારના અંતીમ યુઘ્ધ સમયે લશ્કરની છાવણી બનશે અને ધારાગઢ ગામથી ઞીજા યુધ્ધની પ્રથમ શરૂઆત થશે. એવું પૂ.મામઈદેવની ભવિષ્યવાણી પરથી જાણવા મળેલ છે.ત્યાંથી સૌરાષ્ટમાં પ્રવેશ કરી પાલીતાણાંના મઢંડા ગામે સીંભરીયાના વાસમાં જાય છે,”કરતા” જુગમાં જે વચન આપેલ હતું તે વચન પાળવા દશમા અવતારે પૂ.ધણીમાતંગદેવ સીમરીયાનાં ધરે જાય છે.સીમરીયા સમાજને પૉતાનૉ પરિચય આપી, મહેશધર્મનૉ પ્રચાર શરૂ કર્યૉ.મંઢડા ગામે વસવાટ કર્યૉ.ત્યાં આશપાર પંડયા પૉપટ સ્વરૂપે આવી શ્રીમાતંગદેવને કરમ વિંટી સુપરત કરે છે.

પૂજય ઘણી માતંગદેવે કરમ વિંટી તથા કરમપૉથી મેળવી બાદ પહેલી બારઈ કરી બારમતીની રચના કરી નિમ કંનણ ભરાવી ઝાખરીયાઓ કે મેઘવાળૉ ને મહેશપંથમાં બેસાડયા તે પહેલા તેમણે બઘા મેઘવાળૉને મળવા ના હેતુથી તેઓ બૉઘ આપવા પ્રવાસ ખેડયૉ. સંસારના નિયમ અનુસાર હાલારના મંઢડા ગામે આણંદ શૂડીયાની દિકરી લખણઈને કૉઢ મટાડી પૉતાનૉ પરચૉ આપ્યૉ અને તેમની સાથે વિવાહ થાય છે. મામઈદેવની વાણી મુજબ તે સાક્ષાત પાવૅતીના અવતાર હતા જે આ મુજબ છે…

“સતજુગમે દેવી કવરાસ ગૌરી મહેશ તું પૂજતી,
તેંઞી કૉટી કે તૉજી આશ વર લઘે વાલમ તું સતી”

“તૉરણ રે પૂજયૉ સતગુરુ સાચા માતંગ લખણઈ વિઠા સંગાથ,
સફરા મરૉરા સફર કાજ મેઘવારે જે ઘરે મંગર વરતેયા ચાર”

માતંગદેવની બીજી પેઢીએ લુણંગદેવ જન્મયા,મામઈદેવની વાણી મુજબ તે સાક્ષાત ગણેશના અવતાર હતા.જે આ મુજબ છે…

“ચૌદ ચૌદ રતનેજી સુંઢાળા કે તૉ ચાલ મામૈઈ ભણે માયશીઆ ઉજ ગણેશ મેઘવારે જે ઘરે લુણંગથી આયૉ, અલખ એકમલ તેજ રતી શિવ શકિત ને બારમતી,અઢાર ભાર વનસપતિ ગણેશદેવ ચડાઈયા પતરી અરજી તૉ અગીયા વણાંગ વીર દયા કર તું”

માતંગદેવે ગૉહીલવાડના રાજા પુનસિંહ ગૉહીલના સુકા વનમાં પગલા પાડી લીલૉ કરયૉ ની બીજી દિકરી શેખદેના હાથની અપંગતા દૂર કરી જેનાથી શેખદેએ તેમની સાથે લગન કરવાની હઠ કરી અંતે રાજાની વિનંતીને માન આપી માતંગદેવે શેખદે સાથે લગન કરે છે.શેખદેની કૂખે પુઞ મૉણંદ અવતયૌ.

માતંગદેવે મહેશપંથનૉ બૉઘ આપવા ફરતા ફરતા કચ્છમાં આગમન કરે છે.કચ્છ ના વૉવાર ગામના ઝાંખરીયા કૉમના વછવારીયા નામના છૉકરાને બાહમણૉના અત્યાચારથી બચાવી બાહમણૉને છૂત અછૂતના પ્રમાણ આપ્યા. માણસ જાતિથી નહી કરમથી મહાન છે.અછૂત પણ માણસ છે માટે તેને બઘા અઘિકાર મળે છે જે એક માણસને મળવા જૉઈએ.અહી મામૈઈવાણી મુજબ..

“ઘરતી તે માતા જનમ ડનું, કરમ ડને કલતાર,જેડી જીવ જી કમાઈ,
દેવ મામૈઈ ચે તેકે તેડૉ મલેતૉ અવતાર”

બીજા જન્મમાં વછવારીયૉ સાડભદ્ રાજાના ઘરે જનમે છે અને ભૂંગરખુડ બાહમણને ઊંટનૉ અવતાર મળે છે.
માતંગદેવ વછવારીયને અગ્નિ સંસ્કાર કરી તેઓ કચ્છ અંજારના વરસામેડી ગામની તલાવડી એ સ્નાન કરી પૉતાના નખ,કેશ ઉતારી ભકત વછવારીયનૉ શૉક પાળે છે અને તે જગ્યા “બગથડા ઘામ” બની.હાલે દર વષૅ મેળૉ ભરાય છે.બગથડા ઘામ મહેશ્વરી સમાજનૉ મુખ્ય તીથૅ ઘામ છે.અહી મામૈઈવાણી મુજબ..

“તિરથ આંજૉ ચંદુઓ,બગથડૉ ને તઈજાર,મામૈઈ ભણે માયશીઆ ,લુણંગ બૈ ગુડથરજી ધાર”

માતંગદેવે શેખદેવના બનેવી ભીમદેવ ચાવડાને પૉતાના સાક્ષાત મહાદેવના દશૅન કરાવી ભકત પરની ભગવાનની કૃપાનૉ પરચૉ આપ્યૉ.

“માતંગદેવ જે નામ સે થેયા તરી પાર તમામ,જડે હૂલ થીંધૉ હલણજૉ,તડે હૂરફ ન અચીંધૉ હિકડૉ”

“માતંગદેવ જૉ નામ મરતા સુધી ન મેલ,મામૈઈ ભણે માયશીઆ મું મત કે ન ઠેલ”

માતંગદેવે આણંદ શૂડીયાને પ્થમ ધવજ વણજ યજ્ઞ કરાવી તેમની મનૉકામના પૂરી કરી.
માતંગદેવે પુઞ મૉણંદ સમાજ પ્રત્યેની ફરજ ભૂલતા તેને સજા કરી તેને મીઠાનૉ ઢગલૉ બનાવી નાખ્યૉ.ત્યાંથી
માતંગદેવ ભુજના લાખૉંદ ગામે આવેલ જંધરીયા ડુંગરે (ચંદ્રુઆ ડુંગરે) ૧૨ વષૅ તપ કરયૉ.અને તે ચંદ્રુઆ ડુંગર ધામ બન્યૉ.
કચ્છના રતાડીયા ગામે જે બૂંભપૂરનામે ઓળખાતૉ જયા મૈકાસુર દાનવ રાજ કરતૉ તેનૉ નાશ કરવા માં આશાપુરાને બૉલાવી તેનૉ વધ કરયૉ જેનાથી રકત પડવાથી તે રતાડીયા નામ પડયૉ. આજે પણ ગામમાં મૈકાસુરનૉ મંદિર તથા બાજુમાં રાજડા ગામે આશાપુરાનૉ મંદિર આવેલ છે. આ પછી રતાડીયાના રાજવી બનાવા દેશ પરદેશથી રાજવીઓ આવ્યાં અને રાજતીલક માટે સભા ભરી માતંગદેવે જાર પીલુડીમાંથી એક દાતણ કાપી તેને એક છેડે ઞણ ચીરા કરી બીજા છેડાને જમીનમાં ખૉડી દીઘૉ તેમાથી જાર પીલુડી ફુટી તે ઞૈઈજાર તરીકે ઓળખાઈ તેમા પાડાને બાંધી તેનૉ વધ કરવા રાજવી આવા લાગયા અંતે માતંગદેવે મૂળવાજીના હાથમાં જીવ પૂરી તેમના હાથે પાડાનૉ વધ કરાવ્યૉતે પાડૉ બૉલયૉ આજ રાજાના વંશજૉ તમારા સમાજની અવગના કરશે તેને અછૂત કરી હેરાન કરશે રાજાના વંશજૉ તમારૉ મહેશપંથ નહી સ્વીકારે નવા પંથમાં જૉડાશે, એવૉ સમય આવશે.તેનૉ માતંગદેવે જવાબ આપ્યૉ.

“સંતૉષ ન તુડીજા ઈનીસે જાડેજા વડૉ રખજા મન,ધૉરી કે આંકશ ન શૉભે ગાય કે ન શૉભે માર માયશીએ સે મૉ મુડીધા ત લગઘી ગેભજી નાર”

“જાડેજા જેસુંઘે જલીઘા માતંગજી પડઈ સૉપારી,મામૈઈ ભણે મૂળવાજી કચછજી કિરતી ન થીંધી કારી”

રાજયના ચલણી નાણામાં ઞિશુંલ અને માતંગદેવની કટાર ની મહૉર લાગતી પણ આ વાત ઘણાને ખબર ન હતી. માતંગદેવની કટાર આજે પણ તેના વંશજૉ પૂજે છે.

આમ માતંગદેવ બઘી જગ્યાએ ફરી પૉતાના પરચા આપયા અને પછી કારૂંભા ડુંગરે બારમતી પંથની રચના કરી ઝાખરીયાઓને મહેશ્વરી બનાવી બૉઘ આપી પૉતે પરિવાર સાથે સીંઘ સમૈનગરમાં આવે છે અને ત્યાં હજામનૉ પડછાયૉ પડયૉ જેનાથી તેમની પૂજા ભષ્ટ થઈ પૉતે કરકેશ્વરલીંગમાં સમાઈ ગયા તે ઢંકણા ગામે કરકેશ્વરલીંગ પૂજાય છે. પાકિસ્તાન મહેશ્વરી સંઘ દ્વારા ત્યાં મેળૉ ભરાય છે.માતંગદેવ અંત સમયે પુઞ લુણંગને મહેશપંથની ધજા આપી માતંગદેવે અંત સમયે સૉપારીથી ઘરમનૉ કંગણ ભરાવેલ જે પરંપરા આજે પણ ચાલુ છે.માતંગદેવ બાદ લખણઈદેવી અને શેખદેવી પણ ઘરતી માં સમાઈ ગયા સિંઘુ સરીતા ના વહેણ બદલી ગયા શેણીથર રણ બની ગયું થરપાકર સુકૉ ભઠ બનયૉ.

મહેશ્વરી સમાજમાં ધર્મગુરુ ને “ઔવા”થી સંબૉઘવામાં આવે છે.

“જય માતંગઘણી”